વર્ષ 2001ના ગુજરાત ભૂકંપમાં ભોગ બનેલા કચ્છના બાળકોની યાદમાં વીર બાળક સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગણતંત્ર દિવસ હોવાથી 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં.
અંદાજે 17 કરોડના ખર્ચે કચ્છના અંજારમાં વીર બાળક સ્મારક બનાવવામાં આવ્યું છે.
વીર બાળક સ્મારકના મ્યૂઝિયમમાં દિવંગત બાળકોની તસવીરો અને સ્મૃતિચિહ્નો રખાયા છે.
સમગ્ર રાજ્યમાં ભૂકંપની ક્યાં કેવી અસર થઈ હતી તે દર્શાવે છે.
આ સ્મારકમાં સ્ટિમ્યુલેટર પણ છે જે મુલાકાતીઓ ભુકંપનો લાઈવ અનુભવ કરાવશે
જ્યાં બાળકો મોડેલ દ્વારા જાણી શકશે કે ભૂકંપ કેવી રીતે આવે છે અને તે અંગે મોડલ તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સિમ્યુલેટર , પ્રોજેકટર તથા પડદા સાથેના ત્રીજા અનુભવ વિભાગમાં અહીં ચાલુ ભૂકંપનાં ચલચિત્ર સાથે તેની અનુભૂતિ થશે.