જાણો ક્યારે, કેવી રીતે અને કેમ રંગ બદલે છે કાચિંડો....

કાચિંડાના રંગ બદલવા પાછળના વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક બંને કારણ છે.

એવું માનવામાં આવે છે કે સુરક્ષાના હિસાબથી કાચિંડો પોતાનો રંગ બદલે છે.

શિકારીઓથી બચવા માટે કાચિંડો જ્યા બેઠો હોય છે પોતાને એ રંગમાં ઢાળી લે છે અને પોતાને બચાવી લે છે.

સાથે જ કાચિંડો પોતાનું પેટ ભરવા માટે શિકાર પણ કરે છે.

શિકાર દરમિયાન પણ તેઓ પોતાનો રંગ બદલી લે છે. જેનાથી તેના શિકારને એ વાતનો આભાસ નથી થતો અને તે ભાગતા નથી.

વૈજ્ઞાનિક કારણ

હાલમાં જ થયેલા એક રિસર્ચ અનુસાર કાચિંડો પોતાની ભાવનાઓ અનુસાર રંગ બદલે છે.

ગુસ્સા, આક્રમકતા, એકબીજા સાથે વાત કરવા માટે અને

બીજા કાચિંડાઓને પોતાનો મૂડ બતાવવા માટે કાચિંડો પોતાનો રંગ બદલે છે. રિસર્ચ અનુસાર કાચિંડો ઘણી વાર પોતાનો રંગ જ નહીં ચમક અને આકાર પણ બદલે છે.

કેવી રીતે બદલે છે રંગ

કાચિંડાના શરીરમાં ફોટોનિક ક્રિસ્ટસ નામનું એક સ્તર હોય છે, જે માહોલના હિસાબથી રંગ બદલવામાં મદદ કરે છે.

ફોટોનિક ક્રિસ્ટલનું આ સ્તર પ્રકાશના પરિવર્તનને પ્રભાવિત કરે છે,

જેનાથી તેનો રંગ બદલાયેલો નજર પડે છે.