દિવાળીની સૌથી મજાની વસ્તુ એટલે ફટાકડા, જાણો તેનો રસપ્રદ ઈતિહાસ !!!

ફટાકડાની શોધો 2200 વર્ષ પહેલા થયેલ: 199 દેશોમાં નવા વર્ષનો પ્રારંભ ફટાકડા ફોડીને કરવામાં આવે છે

દિવાળીને હજુ થોડી વાર હોય તે પહેલા જ શરૂ થઈ જાય,

નાના મોટા સૌને ગમે, આકાશમાં રંગોળી થાય અને દૂર સુધી ધડાકા સંભળાય એ છે ફટાકડા.

આ ફટાકડાની શોધ કોણે અને ક્યારે કરી ?

છઠ્ઠી સદીમાં ચીનમાં એક રસોયા દ્વારા ફટાકડાં ની શોધ થઈ.

તે રસોઈયાથી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી વખતે ભૂલથી પોટેશિયમ નાઈટ્રેટ આગમાં પડી ગયું.

પરિણામે તેમાંથી રંગબેરંગી જ્વાળાઓ નીકળી, ત્યારબાદ તેમાં કોલસા અને સલ્ફર નો ભૂકો નાખવાથી બહુ મોટો ધડાકો થયો

અને રંગીન જ્વાળાઓ નીકળતી રહી.

આ ધડાકા ની સાથે બારૂદ ની શોધ થઈ અને આકર્ષક ફટાકડાની શરૂઆત થઈ.

ત્યારબાદ ચીનના સૈનિકોએ પોટેશિયમ નાઈટ્રેટ,

કોલસો અને સલ્ફર આ બધાના મિશ્રણનો ઉપયોગ વાંસની ભૂંગળીમાં ભરીને વિસ્ફોટ કરવા માટે કર્યો.

છઠ્ઠી સદીમાં ચીનમાં થયેલ ફટાકડાની શોધ ઈ.સ.1200 થી ઈ.સ.1700 સુધીમાં

આખી દુનિયામાં લોકોની પસંદ બની ગયા. દરેક ખુશીના પ્રસંગો તેમજ તહેવારોમાં આતિશબાજીની શરૂઆત અહીંથી જ થઈ.

ચીન પછી ભારત વિશ્વભરમાં સૌથી વધુ ફટાકડા બનાવવાવાળો દેશ છે.

ભારતમાં ફટાકડાનો કારોબાર 8000 કરોડથી પણ વધારે છે. ચેન્નઈ થી 500 કી.મી. દૂર શીવાકાશીમાં 800 થી વધારે ફટાકડા બનાવવાની ફેક્ટરી છે.