આજે કરવા ચોથ! કરવા ચોથ એટલે શુ છે ? જાણો આ વ્રતનુ મહત્વ

પતિનાં દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત પરણેલી સ્ત્રીઓ કરે છે. કરવા શબ્દનો અર્થ ‘કરવા’ એટલે માટીનું વાસણ અને ‘ચોથ’ એટલે ચતુર્થી છે.

સરગી શુ છે ? જાણો સરગીનુ મહત્વ

કરવા ચોથની સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સરગી ખાવાની હોય છે. સરગી એ ઘરમાં જે સાસુ અથવા મા સમાન વડીલ હોય તે વહુ અથવા દીકરીને આપે છે.

સવારે વહેલા સ્ત્રી દ્વારા નિત્યકાર્યથી પરવારી પાણીથી ભરેલો લોટો

અથવા ઘઉંથી ભરેલો લોટો લાલ સ્થાપન ઉપર મૂકવામાં આવે છે

દીવાલ અથવા કાગળ ઉપર ચંદ્રમા અને તેની નીચે શિવ અને કાર્તિકેયની પ્રતિમા બનાવવામાં આવે છે

તેનાં ઉપર કંકુ, ચોખા, અબીલ, ગુલાલ ફૂલ, અત્તર દ્વારા પૂજા કરવામાં આવે છે.

આ દિવસે સ્ત્રીઓ ‘નિર્જળા વ્રત’ રાખે છે.

આખા દિવસની કઠિન તપસ્યા પછી આ વ્રત ત્યારે પૂર્ણ થાય છે જ્યારે ચંદ્ર આકાશમાં ઊગે છે.

નિર્જળા વ્રતનું મહત્વ

રાત્રે ચંદ્રમાનાં દર્શન બાદ ચંદ્રની પૂજા કરી કંકુ, ચોખા, દીવો કરી જળ અર્પણ કર્યા બાદ વિવાહિત સ્ત્રીઓ પતિના હાથે પાણી ગ્રહણ કરે છે.ત્યાર બાદ આ વ્રત સંપૂર્ણ થાય છે.

જ્યારે પણ કોઈ વિવાહિત સ્ત્રી આ વ્રત કરે છે ત્યારે તેને આજીવન આ વ્રત કરવું પડે છે.

પરંતુ આ વ્રતનાં પાલન માટે દરેક ઉંમરમાં નિર્જળા રહેવું જ એ જરૂરી નથી. શારીરિક અવસ્થા અનુસાર એકવાર જો ‘ઉજવણું’ કરી નાખે ત્યારબાદ તે ફળ, પાણી અને કોઈપણ એક વસ્તુ ગ્રહણ કરીને વ્રત કરી શકે છે.

આ વ્રતનાં જડ તો મહાભારત કાળથી જ રોપાયેલ છે.

અર્જુન નીલગિરિ પર્વત ઉપર સાધના કરવા ગયા ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણનાં કહેવાથી આ વ્રત અર્જુનની સલામતી માટે કર્યું હતું.