French Fries ક્રન્ચી અને ક્રિસ્પી બનતી નથી? તો આ રીતે તળવાનું રાખો,

મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે ફ્રેન્ચ ફ્રાઇઝ ઘરે બહાર જેવી બનતી નથી. ઘરે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવો ત્યારે પોચી પડી જાય છે.

બનાવવાની રીત

ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાના ધોઇ લો.

હવે આ બટાકાને છોલી લો.

પછી પાતળી ફ્રાઇઝ કટ કરી લો.

હવે બટાકાને ગરમ પાણીમાં થોડી વાર માટે રહેવા દો.

5 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઇ લો.

કિચન ટોવેલની મદદથી સુકવી લો.

એક પેન લો અને ગરમ કરવા માટે મુકો. ત્યારબાદ બટાકાને તેલમાં નાખો અને ગોલ્ડન અને ક્રિસ્પી થવા દો.

એક બાઉલમાં કાળા મરીનો પાવડર, લસણનો પાવડર, જીરું પાવડર,

તજનો પાવડર, કાશ્મીરી લાલ મરચાનો પાવડર, હળદર, ધાણાજીરું, અજમાનો પાવડર નાખીને પેરી પેરી મસાલો તૈયાર કરી લો. આ મસાલાથી ફ્રેન્ચ ફ્રાઇઝ ટેસ્ટી લાગે છે.

તો તૈયાર છે ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઇઝ.

આ ફ્રેન્ચ ફ્રાઇઝને તમે ટોમેટો સોસ સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે.

સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવશો તો બહાર જેવી ટેસ્ટી ક્રન્ચી અને ક્રિસ્પી બનશે

આ ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવાની બહુ મજા આવે છે.