ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે
જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે.
આ મંદિર બે નદીઓ, મહી નદી અને ગળતી નદીના સંગમ પર સરનાલ ગામની નજીક આવેલું છે
ગળતેશ્વરનું મંદિર ભુમિજા શૈલીનું છે, જે ગુજરાતમાં લગભગ જોવા મળતી નથી
બહારની દીવાલ ગોળાકાર છે અને અનેક ખૂણાઓ સાથે ૨૪ ફીટનો વ્યાસ ધરાવે છે.
આ શિલ્પો અને કોતરણીઓમાં ગાંધર્વો, ઘોડેસ્વારો, હાથીસવારો, રથ, જીવનથી મૃત્યુની ઘટમાળો વગેરેનો સમાવેશ થાય છે.
મહાશિવરાત્રીએ પણ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
આ મંદિર પુરાણકથાઓમાં વર્ણવાયેલા ગાલવ ઋષિ અને રાજા ચંદ્રહાસની સાથે સાંકળવામાં આવે છે