ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે

તે સૌથી પવિત્ર હિન્દુ તહેવારોમાંથી એક છે જે ભગવાન ગણેશના પ્રસંગે ઉજવવામાં આવે છે.

આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

ભગવાન ગણેશની મૂર્તિઓ પરિવારો દ્વારા ઘરે લાવવામાં આવે છે અને તેઓ દિવસ – રાત પૂજા કરે છે.

શ્રી ગણેશજી મંગલના દાતા અને વિઘ્નને હરનાર છે.

ગણેશજીનું વ્રત કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને હંમેશા સૌભાગ્ય રહે છે.

ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે

ઉજવણીના છેલ્લા દિવસે, ગણેશ વિસર્જન થાય છે.

10 દિવસની ઉજવણીનો અંતિમ દિવસ પણ અનંત ચતુર્દશી તરીકે પ્રચલિત છે.

ઘણા લોકો પર્યાવરણ તથા જળચરોનું જતન થાય તે ધ્યાનમાં રાખીને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ પોતાના ઘરમાં સ્થાપિત કરીને પધરાવતા હોય છે.

આ દિવસે ‘ગણપતિ બાપા મોરિયા’ના અવાજો ઠેર ઠેર સંભળાતા હોય છે.

આ ચતુર્થી આખા વર્ષના ચતુર્થીમા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગણોના સ્વામી ભગવાન ગણેશ સૌથી પહેલા પૂજવામાં આવે છે,

સૌથી પહેલા તેમની પૂજા કરવામાં આવે છે, તેમના પછી અન્ય દેવતાઓની પૂજા કરવામાં આવે છે.