ભાવનગર પાસે આવેલ ઘોઘા બીચ

ઘોઘા બીચ ભાવનગરથી માત્ર 20 કિમીના અંતરે આવેલું છે. જેથી અત્રે પિકનીક મનાવવા આવનારાઓની સંખ્યા ક્યારેય ઓછી નથી થતી

આમતો ઘોઘા બીચને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવ્યો નથી

માટે અત્રે આપને માણસોની અવરજવર જરા ઓછી જોવા મળશે.

સ્થાનિકો પણ આ દરિયા કિનારા પર શાંતિનો અનુભવ કરવા માટે આવી જાય છે.

આ બીચ આપને ઘણે-ખરે અંશે દિવ જેવો લાગી આવશે.

ઘોઘા બીચ પાસે એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે,

જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે, જ્યારે શનિ-રવિવારે આ મંદિરમાં ઘણી ભીડ જોવા મળે છે.

જોકે આ બીચને પ્રવાસન સ્થળ તરીકે નહીં વિકસાવતા અહીં આપને એટલી સુવિધાઓ નહીં મળી શકે.

પરંતુ એક પિકનીકનો દરિયા કિનારે અનેરો આનંદ ચોક્કસ મેળવી શકશો.