શેભર ના ગોગા મહારાજ

અમદાવાદ થી વાયા ખેરાલુ થઈ પાલનપુર જઈએ ત્યા રસ્તા માં શેભર ગામ આવે છે

અહીં પાતાળ દેવ શેષ નારાયણ ભગવાન નુ મંદિર છે

હાલ અહીં આરસ નુ નવું મંદિર બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમ ને એમ જ છે ત્યા ભક્તો માનતા માને છે ને પૂજા પાટ થાય છે

આ મંદિર માં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પાકાર શિલ્પ કામ મળે છે

ઘડીભર તમને અમ થાય કે તમે જાણે નાગલોકમાં આવી ગયા ના હોય ! અહીં થી થોડે દૂર સરસ્વતી નદી છે

આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે

શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ ના દિવસે ગોગા બાપા નો શેભર મુકામે મેળો ભરાય છે

ઊંચા પર્વતો ની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન્ મોહી લેશે

જો તમે એક દિવસ માટે કોઈ જગ્યા એ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌદર્ય થી ભરપૂર આ પૌરણિક જગ્યા ની મજા માંણવા જેવી ખરી જ.