સોનાની કિંમત 64 હજાર રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
ટ્રેડિંગ સેશન દરમિયાન તે રૂ. 64,063 પર પહોંચી ગયો હતો.
જોકે શુક્રવારે સોનાનો ભાવ રૂ. 63,357 પર બંધ થયો હતો.
બીજી તરફ સવારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને ભાવ રૂ.78,549ના સ્તરે પહોંચી ગયો હતો.
77,825 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે આજે ચાંદીનો ભાવ 78,150 રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યો હતો.
ચાંદીની કિંમત 80 હજાર રૂપિયાના સ્તરને પાર કરી શકે છે.
કોમેક્સ ફ્યુચર્સ માર્કેટમાં સોનું ફ્યુચર પ્રતિ ઓન $2,093.50 પર ટ્રેડ થઈ રહ્યું છે,
સોનાની હાજર કિંમત $2,073.94 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ચાંદીનો ભાવ 0.82 ટકાના ઘટાડા સાથે $25.65 પ્રતિ ઓન પર ટ્રેડ કરી રહ્યો છે