કડકડતી ઠંડીમાં સોનાનું માર્કેટ થયું ગરમ, આસમાને પહોંચ્યા ભાવ

રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઇ ચુકી છે, તો બીજી તરફ સોનાના ભાવ સતત ઉપર તરફ ગતિ કરી રહ્યા છે

આજે 24 કેરેટ સોનાનો ભાવ 62 હજાર 550 રૂપિયા નોંધાયો છે.

ત્યારે અમદાવાદમાં આજે સોનાનો ભાવ 62 હજાર 780 રૂપિયા નોંધાયો છે,

જ્યારે ચાંદીનો ભાવ 77 હજાર 200 રૂપિયા નોંધાયો છે.

સોના અને ચાંદીની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાની કિંમતોમાં આજે ફરી તેજી જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધારાની વચ્ચે

દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે

સાથે સોનાનો ભાવ 62,950 રૂપિયા તોલું પહોંચી ગયું છે.

ત્યારે રાજકોટમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. બીજી તરફ ચાંદીના ભાવમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

એક તરફ લગ્નસરાની સીઝન પૂરબહારમાં ખીલી છે અને બીજી તરફ ફરી સોના-ચાંદીના ભાવ ઉચકાયા છે.

રાજકોટમાં સોના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવ 62 હજાર 550 છે,

જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો છે.

US ડોલર અને વ્યાજ દરમાં સંભવિત કાપના કારણે સોનાના ભાવ સતત વધારો થઈ રહ્યો છે

ડિસેમ્બર મહિનામાં સોનાના ભાવના વધારા ઘટાડાની વાત કરવામાં આવે તો

ડિસેમ્બર મહિનામાં સોનાના મહત્તમ ભાવ 63,360 રૂપિયે પહોંચ્યા હતા, જ્યારે લઘુત્તમ ભાવ 62 હજાર 230 રૂપિયા બોલાયા હતા