સપ્ટેમ્બર મહિનાના બીજા રવિવારે વિશ્વ માં 'ગ્રાન્ડપેરેન્ટ્સ ડે' ઉજવાય છે.

આજે જો તમારી આસપાસ ગ્રાન્ડપેરેન્ટ્સ હોય તો તેમને વ્હાલ કરજો તેમની સાથે સમય વિતાવજો.

તેમને શુભેચ્છા પાઠવજો.

ભારતીય પરિવારો માં દાદા દાદી નુ મહત્વ શબ્દો માં આંકી શકાય તેના કરતા વધારે છે.

જેને અંગ્રેજી માં 'ગ્રાન્ડ' એટલે ભવ્ય માતા પિતા કહીએ છીએ એવા ભવ્ય માતા પિતા નો આજે દિવસ છે

મધર અને ફાધર્સ ડે તો આપણ ને સૌને ખબર છે ,પરંતુ આજે વિશ્વભર માં ગ્રાન્ડપેરેન્ટ્સ ડે ઉજવાય છે

બાળ ઉછેર ની જેટલી જવાબદારી આજે માતા પિતા ની છે ..

એનાથી કદાચ વધુ જવાબદારી દાદા દાદી ની કે નાના નાની ની છે

ભારતીય સંસ્કૃતિ ની પરંપરા માં સંયુક્ત પરિવાર નુ આગવું મહત્વ છે.

આજે જો દાદા દાદી પાસે ન હોય તો વીડિયો કોલ કરીને એમને 'ગ્રાન્ડપેરેન્ટ્સ ડે' નુ વહાલ અને શુભેચ્છા આપજો.....