શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે લીલા વટાણા

સામાન્યપણે વટાણા શિયાળાનું શાક છે, પણ હવે તો કોઈપણ સીઝનમાં તમને બજારમાં વટાણા જોવા મળી શકે છે.

તમે ઈચ્છો તો વટાણા ફ્રોઝન પણ કરી શકો છો.

વટાણાનો ઉપયોગ અનેક રીતે થઈ શકે છે- મટર પનીર, મટર પુલાવ, ઉપમા, વગેરે વગેરે. વટાણાની કચોરી પણ લોકો શોખથી ખાતા હોય છે.

કોલેસ્ટ્રોલ વધવું, કેન્સર, ડાયાબિટીસ અને હદયને લગતી બીમારીઓથી બચાવે છે.

વટાણામાં કેલરી ઘણી ઓછી હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

વટાણામાં રહેલા ઝિંક, આયર્ન, કેલ્શિયમ તત્વો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.

વટાણામાં અનેક પ્રકારના વિટામિન પણ હોય છે.

વટાણાનું સેવન કરવાથી હાડકાં પણ મજબૂત બને છે

વટાણામાં રહેલું વિટામિન A આંખો માટે ઘણું ગુણકારી સાબિત થાય છે.

વજન ઘટાડવા માંગતા હોય તેવા લોકોએ લીલા વટાણા અચૂક ખાવા

તેમાં ફાયબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને કેલેરી ઓછી. આ ઉપરાંત તેનું સેવન કરવાથી શરીરમાં ઝડપથી ફેટ બર્ન થવાની પ્રોસેસ થાય છે.

વટાણામાં વિટામીન કે ભરપૂર હોય છે.

આ વિટામીન હાડકા માટે જરૂરી હોય છે. આ ઉપરાંત વટાણા ખાવાથી હાડકામાં થતા ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટી જાય છે.

વટાણામાં વિટામીન સી હોય છે જે વાળને ખરતા અટકાવે છે.

તેમાં વિટામીન બી6 અને ફોલિક એસિડ હોય છે જે લાલ રક્ત કોશિકાને વધારવામાં મદદ કરે છે.