લીલા શાકભાજી હવે મળવા લાગ્યા છે, શિયાળામાં જાણો તેના અદભૂત ફાયદા

શિયાળામાં સ્કિન ઝડપથી સૂકી થઇ જાય છે એટલે શરીરને બહારથી નરીશમેન્ટની જરૂર પડે છે.

શિયાળામાં લીલાં શાકભાજીનો ભોજનમાં સમાવેશ અચૂક કરવો જોઇએ

લીલાં શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ, પ્રોટીન, ફાઈબર અને એન્ટિઓક્સિડન્ટ હોવાથી આપણને તંદુરસ્ત રહેવામાં મદદ મળે છે.

શિયાળામાં આપણા શરીરને પોષણ સાથે ગરમી મળી રહે

અને ઇમ્યુનિટી વધારે એવા રિચ ફૂડની જરૂર હોય છે એટલે શરીરને ગરમી આપે તેવાં શાકભાજી ખાવાં જરૂરી છે

પાલક પોષકતત્ત્વોથી ભરપૂર સુપરફૂડ છે,

જેમાં વિટામિન, ખનિજ અને એન્ટિઓક્સિડન્ટની માત્રા ઉચ્ચ પ્રમાણમાં હોય છે, જ્યારે કેલરીની માત્રા ઓછી હોય છે.

ફ્લાવરમાં પ્રોટીન, વિટામિન અને ખનિજ ભરપૂર માત્રામાં હોય છે.

ઉપરાંત વિટામિન સી, કે, ફોલેટ તેમજ બી-‌સિક્સ પણ પ્રચુર માત્રામાં હોય છે.

૧૦૦ ગ્રામ વટાણામાં ફક્ત ૨૬ ટકા જ કેલરી હોય છે,

જ્યારે ફાઈબરનું પ્રમાણ ૩.૪ ગ્રામ જેટલું રહેલું હોય છે અને વિટામિન એ, સી, બી-સિક્સ ભરપૂર માત્રામાં હોય છે.

શિયાળામાં મરી, ‌હિંગ, અજમો વગેરે જેવા

વિવિધ સ્પાઇસીસથી બનાવેલ ગરમ વે‌જીટેબલ સૂપ કે હર્બલ ટી શરીરને જુદાં જુદાં બધાં ન્યુટ્રીઅન્ટ્સ દ્વારા ગરમી અને તંદુરસ્તી આપે છે.

તુલસી, ફુદીનો અને લેમનગ્રાસ એ પાચનને મદદ કરનાર,

શરીરને વોર્મ રાખનાર અને શરીરનું ઇમ્યુનિટી લેવલ વધારનાર હર્બ્સ છે.