ઘૃષ્ણેશ્વર

ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે.

ઘૃષ્ણેશ્વર મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક આવેલા દૌલતાબાદથી ૧૧ કિમી દૂર છે.

આની નજીક ઈલોરા, અજંતાની ગુફાઓ જેવા પ્રવાસી આકર્ષણો છે

આ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે.

ઘણા લોકો એને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે

આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું.

શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે.

શ્રદ્ધાળુઓ માટે દર્શન ફળદાયક છે.

શ્રી ધૃષ્ણેશ્ર્વર જ્યોતિર્લિંગનાં દર્શનથી દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે.