ગુજરાતીઓ, આ સપ્તાહ ગરમી માટે રહેજો તૈયાર!

રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે સવારે અને રાતે થોડી ઠંડી લાગી રહી છે. જ્યારે બપોર થતા તો ગરમીનો અનુભવ થાય છે.

જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલ વરસાદની કોઇ આગાહી નથી.

ગુજરાતનું વાતાવરણ સુકૂં રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે

ફેબ્રુઆરીના અંત સુધીમાં હવામાનમાં વારંવાર બદલાવ જોવા મળશે.

આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને દેશના ઉતરિય પર્વતિય પ્રદેશમાંથી પવન આવી રહ્યા છે. જેના કારણે 14 ફેબ્રુઆરી સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે

મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ 18થી 20 ફેબ્રુઆરીના આવશે.

જેના કારણે 18થી 20 ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં 25 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે

15 ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે.

18થી 20 ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધુળ ઉળશે અને ગરમી રહેશે.

પવનની ગતિ હાલ સામાન્ય કરતા વધારે છે.

અત્યારે 11થી લઇને 15 કિમી પ્રતિકલાક સુધીનો પવન ફૂંકાઇ રહ્યો છે. હજી 13મી ફેબ્રુઆરી સુધી પવન આ મુજબ જ ફૂંકાતો રહેશે. 14મી તારીખ બાદ પવનની ગતિમાં ઘટાડો જોવા મળશે.

હાલ સામાન્ય ઠંડી પડી રહી છે ત્યારે 13મી તારીખ પછી ઠંડીમાં ઘટાડો થશે.

ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી વધશે તેવી આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં આવનારા અઠવાડિયામાં 35 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે

લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા એકથી બે ડિગ્રી ઊંચુ આવશે

જ્યારે મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલું ઊંચુ આવવાની શક્યતાઓ છે. એટલે રાતે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી એમ મિક્સ ઋતુનો અનુભવ થશે.