ગુજરાતનું અનોખું મંદિરઃ રોજ મોર બે ટહુકા કરે પછી ભગવાનની આરતી થાય છે

આવા માંડવરાયજીનું મંદિર આજે પણ મૂળીની વચ્ચોવચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે.

આ મંદિરમાં સવાર-સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે.

પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.

આ મુળી ગામની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલ છે.

દેખાવ તો સામાન્ય મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.

પણ જો તમારે એવું આશ્વર્ય જોવું હોય તો

આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે.

મંદિર છે મુખ્યત્વે પરમાર રાજપુતોના ઇષ્ટદેવતા – માંડવરાયજીનું.

કે જે સુર્યદેવનો અવતાર મનાય છે.પરમારોના એ કુળદેવતા છે.વળી,સોની અને જૈન લોકો પણ તેને માને છે.

પાંચાળના રતન સમા આ મંદિરમાં સવાર-સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે

અને આરતી ક્યારે થાય છે ખબર ?

જ્યારે એક મોર દુનિયાના કોઇ અગોચર ખુણેથી પ્રગટતો હોય એમ આવીને

મંદિરની ટોચ ઉપરના ચોક્કસ સ્થળે બેસીને બે અષાઢી કંઠના ટહુકા કરે ત્યારે !!

આજ-કાલની આ વાત નથી.દિવસોના મહિના,મહિનાના વર્ષો,વર્ષોના દાયકા અને

દાયકાઓની સદીઓ થઇ ગઇ તોયે આ ઘટનાક્રમમાં કદી ફેરફાર નથી થયો !સાંજે તેના નિશ્વિત સમયે,એક ક્ષણ માત્રના વહેલાં-મોડાં વિના મોર આવે છે.