જેના પ્રેમની નૈયા છે રામના ભરોસે, તેને આ લગનિયા હનુમાનજી લગાવે છે પાર

ત્યારે અમદાવાદ શહેરમાં પ્રેમીઓ માટે ખાસ લગનિયા હનુમાનજી મંદિર આવેલું છે. અહીં પ્રેમી પ્રેમિકા લગ્ન કરવા આવે છે.

આ મંદિરમાં જે પ્રેમી યુગલ લગ્ન કરે છે તેમનું દામ્પત્ય જીવન સુખમય રહે છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલું જય શ્રી દાદા હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લગનિયા હનુમાનજીનું મંદિર વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે.

કહેવાય છે કે, ગુજરાતમાં આવેલ વિનાશકારી ભૂકંપ પછી આ મંદિરમાં લવ મેરેજની પ્રથા શરૂ થઈ હતી.

ભૂકંપ પછી તમામ કોર્ટ મેઘાણીનગર વિસ્તારમાં શિફ્ટ થઈ ગઈ હતી. તે સમયે અહીં હનુમાનજીનું એક નાનું મંદિર હતું.

ત્યારે વકીલોએ કોર્ટમાં અરજી કરીને આ મંદિરમાં લગ્ન કરવાની પરમિશન અપાવી હતી

ત્યાર બાદથી આ મંદિરમાં લગ્ન થવા લાગ્યા.લગ્નની પરમીશન મળતા લોકો લગ્ન કરવા અહીં કોર્ટમાં આવતા અને હનુમાનજીના દર્શન કરી ગૃહસ્થાશ્રમની શરૂઆત કરતા.

કોર્ટને બીજે સ્થળે ખસેડવામાં આવી.

પરંતુ આ મંદિરમાં આજે પણ લગ્ન કરાવી આપવાની પ્રથા ચાલુ છે. આ મંદિરમાં હિન્દુ-મુસ્લિમ લગ્ન પણ થાય છે. કારણ કે આ મંદિરમાં કોઈ જાતિ કે ધર્મનો ભેદભાવ રાખવામાં આવતો નથી.

2004 માં અહીં કોર્ટની શરૂઆત કરવામાં આવી હતી.

ત્યારથી અહીં લગ્ન કરવાનો આરંભ થયો હતો. 2004 થી લઈને અત્યાર સુધીમાં લગભગ 15 હજારથી વધુ દંપતી લગ્નગ્રંથિથી જોડાયા છે. આ મંદિરે લગ્ન કરનાર દંપતીના મેરેજ સફળ પણ થાય છે

લગ્ન માટે આવતા દંપતીએ મેરેજ ફોર્મની સાથે ડોક્યુમેન્ટમાં દંપતીનો ઉંમરનો પુરાવો,

આઈડી પ્રૂફ, લિવિંગ સર્ટિફિકેટ, બે સાક્ષી અને તેમના આઈડી પ્રૂફ વગેરે કાર્યાલયમાં જમા કરાવવું પડે છે.

સાથે રજીસ્ટર બુકમાં સહી લેવામાં આવે છે.

તથા વિદેશથી આવતા કપલ માટે અહીં એનઆરઆઈ ફોર્મ પણ ભરાવવામાં આવે છે. લગ્ન વિધિ પૂરી થયા બાદ સંસ્થા તરફથી મેરેજ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.