હનુમાન મંદિર, સાળંગપુર

ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે,

હનુમાન મંદિર નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે સૌથી વધારે પ્રખ્યાત છે

અહીં ભૂત-પ્રેત જેવી બાધાઓથી પીડિત વ્યક્તિને તેના પરિજનો લાવે છે,

આ મંદિરમાં શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે.

જો કે અહીં માનસિક રીતે વિચલિત લોકોની સમસ્યા પણ દૂર કરવામાં આવે છે.

હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી

હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું.

મંદિરમાં સવારે પહેલી મંગળા આરતી ૫:૩૦ વાગ્યે થાય છે.

અહીં મોટી સંખ્યામાં આવતાં ભક્તો માટે રહેવા તેમજ પ્રસાદની વ્યવસ્થા પણ મંદિરમાં કરવામાં આવે છે.