દાઢી-મૂછવાળા હનુમાનજીઃ

રાજસ્થાનના ચૂરુ જિલ્લામાં આવેલ સાલાસર હનુમાનજી ફક્ત રાજસ્થાનમાં નહીં પણ આખા દેશમાં પ્રખ્યાત છે.

હનુમાનજીનું આ પહેલું એવુ મંદિર હશે જેમાં હનુમાન દાદા દાઢી-મુછ સાથે ભક્તોને દર્શન આપે છે

આ મંદિરની બીજી પણ રોચક વાતો છે જેમ કે તેને મુસ્લીમ કારીગરોએ બનાવ્યું છે.

મંદિરના અસ્તિત્વ અંગે પ્રચલીત કથા મુજબ 1811માં નાગપુરની પાસે આવેલ એક ગામમાં

ખેડૂત ખેતી કરતો હતો ત્યારે તેના હળ સાથે કોઈ નક્કર વસ્તુ અથડાઈ જેથી તેણે તે જગ્યાએ ખોદીને જોયું તો બે મૂર્તિઓ મળી હતી.

આ મૂર્તિઓને બહાર કાઢીને સાફ કરવામાં આવી તો ખબર પડી કે તે હનુમાનજીની છે.

આ જ રાત્રે ખેડૂતના સપનામાં હનુમાનજી આવ્યા અને તેને રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં સાલાસર ગામ મુકી આવવા કહ્યું

આ જ રાત્રે સાલાસરના મોહન દાસજીના સપનામાં પણ હનુમાનજી આવ્યા અને મૂર્તિ અંગે જાણકારી આપી

અને કહ્યું કે અસોટાથી આ મૂર્તિ અહીં મંગાવી લો. જ્યારે તેમણે આ સંદેશ અસોટાના ઠાકુરને આપ્યો તો તેઓ પણ અચંબિત થઈ ગયા

કે અહીં મૂર્તિ નિકળી તેની સાલસારમાં કઈ રીતે ખબર પડી ગઈ.

ખેડૂત અને સાલાસરના મોહનદાસજીના સપના અંગેની વાત બંને ગામમાં ફાલાઈ ગઈ જેને લોકો એક ચમત્કાર તરીકે જોવા લાગ્યા.

જેથી હનુમાનજીની ઇચ્છા અનુસાર આ મૂર્તિને રાજસ્થાનના સાલાસર મોકલી દેવામાં આવી

અહીં એક મંદિર બનાવી આ મૂર્તિની ભવ્ય સ્થાપના વિધિ કરવામાં આવી. તો બીજી મૂર્તિને પાબોલામ ખાતે સ્થાપિત કરવામાં આવી.

કહેવાય છે કે બાલાજીએ પોતાના ફક્ત મોહનરામને પહેલીવાર દર્શન આપ્યા ત્યારે

દાઢી અને મુંછ સાથે આપ્યા હતા ત્યારથી અહીં મૂર્તિ દાઢી મુંછ સાથે જ છે.