નાગપાંચમી ની શુભેચ્છા : શ્રાવણવદ પાંચમ એટલે "નાગપાંચમી"

નાગ પંચમીનો આ તહેવાર સર્પદંશના ભયથી મુક્તિ મેળવવા અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉજવવામાં આવે છે

બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતા ની પૂજા કરે છે

ઉપવાસ કરીને બાજરી ની કુલેર કે જે બાજરી નો લોટ ,ગોળ,ઘી નાખીને બનાવવા માં આવે છે.

નાગ નો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે,પણ તેને હેરાન કરવામાં ના આવે તો તે કરડતો નથી.

નાગ પંચમી પર પૂજા-અર્ચના કરવાથી આધ્યાત્મિક શક્તિ, ધન અને મનગમતું ફળ મળે છે.

આપણા દેવતાઓમાં સર્પોનું હંમેશા મહત્વનું સ્થાન રહ્યું છે

ઉદાહરણ તરીકે, તમે જોઈ શકો છો કે વિષ્ણુજી શેષ નાગની પથારી પર સૂઈ રહ્યા છે અને ભગવાન શંકર પોતાનાં ગળામાં યજ્ઞોપવિતના રૂપમાં સાપને રાખે છે

ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણે પોતાને સાપમાં વાસુકી અને સર્પોમાં અનંત કહ્યા છે.

એવું માનવામાં આવે છે કે નાગપાંચમી ના દિવસે નાગદેવતા ને દૂધ અર્પિત કરવાથી શુભ ફળ મળે છે