અઢળક ગુણોનો ખજાનો છે હરડે

હરડેને સોપારીની માફક ચાવીને ખાવાથી અગ્નિ વધારે છે,

હરડે જો ભોજન સાથે ખાવા માં આવે તો બુદ્ધી અને બળ વધે છે

તથા ઈંદ્રીયોને સતેજ બનાવે છે. કફ પિત્ત અને વાયુ ને શરીર માંથી દૂર છે.

હરડે ને મધ સાથે ચાટવાથી ઊબકા કે ઊલટી જેવુ થતું હોય તો શાંતિ મળે છે

હરડે નો બારીક પાવડર ગરમ પાણીમાં પલાળી પેસ્ટ કરી ચાંદી પર લગાડવાથી દાદર સોરાયસીસ અને ખરજવા જેવા ચામડીના રોગ મટે છે

હરડે શરીર ના બધા કોષોને જીવંત રાખવાનું કામ કરે છે

આંખની તકલીફ, પેટના રોગો, નાકના રોગો, માથાની ફરીયાદ જેવી બધી જ તકલીફ હરડે લેવાથી તેમ ઘણો ફાયદો થાય છે

ઉનાળામાં હરડે ગોળની સાથે, ચોમાસામાં સિંધાલૂણ સાથે, શરદઋતુમાં ખાંડ સાથે,

હેમંતમાં સૂંઠ સાથે હરડે લઈ શકાય. હરડે સવારમાં લઈએ તો તે પાણી વધુ કાઢે છે, ચાવીને ખાઈએ તો પાચકરસનું પ્રમાણ અને બળને વધારે છે.

મનુષ્યના મોટા ભાગના રોગોનું મૂળ કારણ કબજિયાત છે

હરડેનાં બીજ આંખને ફાયદાકારક છે.

મગજ સંપૂર્ણ શાંત રહે છે, જઠરાગ્નિની વૃદ્ધિ થાય છે, શરીર હલકુંફૂલ લાગે છે

ત્વચાનો રંગ નિખરે છે,

બુદ્ધિમાં તીક્ષ્ણતા અને મેધાશક્તિમાં વધારો થાય છે.