હરિદ્વાર્ હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે

હરદ્વાર હિંદુઓના સાત પવિત્ર સ્થળો પૈકીનું એક છે

હરિદ્વાર સમુદ્રની સપાટીથી ૩૧૩૯ મીટરની ઊંચાઇ પર સ્થિત છે.

ગંગા નદીના મુખ (ગંગોત્રી હિમશિખર)થી ૨૫૩ કિલોમીટરની પહાડોમાં સફર ખેડી ગંગા નદી હરદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે

આથી જ હરદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે.

પ્રકૃતિ પ્રેમીઓ માટે હરિદ્વાર સ્વર્ગ સમાન છે.

હરિદ્વાર ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિવિધસ્વરૂપોને પ્રસ્તુત કરે છે

હરિદ્વાર ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કપિલસ્થાન, ગંગાદ્વાર તેમ જ માયાપુરીના નામે કરવામાં આવેલ છે.

કપિલ ઋષિનો આશ્રમ પણ અહીં જ હતો, એથી અહીંનુ પ્રાચીન નામ કપિલ અથવા કપિલ્સ્થાન મળે છે

હરિદ્વારના વાતાવરણમાં અનોખી પવિત્રતા અને ધાર્મિકતા દેખાઇ આવે છે.