નારંગી ઠંડી, તન અને મનને પ્રસન્નતા આપનાર ફળ છે.
તો બીજી તરફ સૂકી ખાંસીમાં ફાયદો કરે છે. તે કફને પાતળું કરી બહાર કાઢે છે.
નારંગીનો એક ગ્લાસ રસ તન-મનને શીતળતા પ્રદાન કરી થાક અને તાણ દૂર કરે છે
ભારે તાવમાં નારંગીનાં રસનું સેવન કરવાથી શરીરનું તાપમાન ઓછુ થઈ જાય છે
હૃદય રોગનાં દર્દીને નારંગીનો રસ મધ મેળવી આપવાથી આશ્ચર્યજનક ફાયદો મળે છે.
જ્યારે બાળકોનાં દાંત આવતા હોય, ત્યારે તેમને વૉમિટ થતી હોય છે તેવા સમયે નારંગીનો રસ આપવાથી તેમની બેચેની દૂર થાય છે અને પાચન શક્તિ પણ વધે છે.