રાજ્ય માં હજુ 4 દિવસ અતિભારે

હવામાન વિભાગ ની આગાહી મુજબ રાજ્ય માં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

જેમાં મોટાભાગ ના જિલ્લાઓમા ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ.

રાજ્ય માં આજે ખેડા ,અરવલ્લી,મહીસાગર,પંચમહાલ અને દાહોદ જિલ્લા માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગઈ કાલે સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્ય ના 177 તાલુકા માં વરસાદે હાજરી પુરાવી.

જેમાં 97 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ પંચમહાલ ના ગોધરામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે

ગુજરાત માં ભારે વરસાદ ના કારણે સરદાર સરોવર ડેમ માં થી પાણી છોડાતા આજે સાંજ સુધી માં 9613 લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લા માં 5744,નર્મદા જિલ્લા માં 2317,

વડોદરા માં 1462, દાહોદ માં 20 અને પંચમહાલ જિલ્લા માં 70 લોકો ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારે વરસાદ ને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો.

ગુજરાત ના અનેક વિસ્તારો માં દોડતી કેટલીક ટ્રેનો ભારે વરસાદ ને કારણે રદ્ કરાઈ.