રાજ્યમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી,

અનેક જિલ્લાઓમાં ગઈકાલ રાતથી વહેલી સવાર સુધી હળવાથી ભારે વરસાદ વરસ્યો

જેમા રાજ્યના છેલ્લા 22 કલાકમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 4.2 ઈંચ,

ગીર સોમનાથના તલાલામાં 4 ઈંચ, મહેસાણાના વિજાપુરમાં 3.8 ઈંચ, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય પાટણના હારીજમાં 2.6 ઈંચ, નવસારીના વાંસદામાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે.

હિંમતનગર તથા સુરતના માંડવીમાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જૂનાગઢ તથા ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ,સુરત સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે

આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે

શહેરમાં ગઈકાલ રાતથી અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.