આ રાજ્યોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ,

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તરાખંડ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.

હાલના દિવસોમાં ભારે વરસાદની સંભાવના નથી.

આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં છુટા છવાયા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યના તમામ લોકો અને પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી છે