આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા આ રહ્યો કાયમી ઉપાય

આંખોની નીચે કાળા સર્કલ કોઇપણ પુરુષ કે સ્ત્રીને થઇ શકે છે.

તેનું સૌથી મોટુ કારણ છે

ઉજાગરા અને ઉંમરનુ વધવુ. અનિયમિત જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોને ડાર્ક સર્કલ થઈ જતા હોય છે.

ક્યારેક પૂરતું પાણીન પીવાથી પણ આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે.

તેથી શરીરનેસ્વસ્થ રાખવા માટે દિવસમા 3 થી 4 લિટર પાણી પીઓ.

આંખનો થાક દૂર કરવા માટે 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે.

ઊંઘને ​​કારણે ત્વચા પણ તાજગી અનુભવે છે અને ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. તેથી હંમેશા પૂરતી ઊંઘ લો.

બટાકા પણ ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઉપયોગી છે

કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢીને એ રસને કોટન કે રૂની મદદથી આંખો બંધ કરીને તેના પર એ કોટન મુકી દેવું

આંખ અને તેની આસપાસનો ડાર્ક સર્કલનો પુરેપુરો ભાગ ઢંકાઇ જાય એ રીતે કોટન કે રૂ મૂકવું.

અને 10 મિનીટ પછી આંખોને ઠંડા પાણીથી ધોઇ લેવી.

કાકડી વિશે આપણે બધા જાણીએ જ છીએ કે, તેના કટકાને આંખો પર મુકવાથી પણ ફાયદો થાય છે.

કાકડીને અડધો કલાક ફ્રીઝમાં રાખીને ત્યાર બાદ એ ઠંડી કાકડીના ટુકડા આંખો પર મુકવાથી ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે

10 મિનીટ બાદ ફરી એ ટુકડા હટાવીને આંખોને ઠંડા પાણીએ ધોઇ લેવી.

આ પ્રયોગ વાંરવાર કરવાથી આંખોની ગરમી અને આસપાસના ડાર્ક સર્કલ બંને દૂર થાય છે.