કેસરમાં છુપાયો છે સુંદરતાનો ખજાનો..!

સ્કિન કેર માટે કરો તેનો ઉપયોગ

સુંદરતા નિખારવા અને સ્વાસ્થ્ય સંભાળવા માટે કેસરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.

આજે પણ ઘણા બધા બ્યૂટી પ્રોડ્કટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્યારે તેનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

વાનગીની રંગત અને સ્વાદ વધારવું હોય અથવા તો પ્રેઝેન્ટેશનને આકર્ષક કરવું હોય તો કેસરનો રોલ તેમાં ખાસ છે.

ત્વચામાં નિખાર માટે

ત્વચામાં નિખાર લાવવા માટે કેસરને દૂધમાં પલાળીને પણ ચહેરા પર લગાવી શકો છો.

ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે

ચહેરા પર ડાર્ક સર્કલ્સ અથવા ટેનિંગ હોય તો તેને દૂર કરવા માટે તમે કેસરને તુલસીમાં મિક્સ કરીને ઉપયોગમાં લઇ શકો છો.

તેના માટે આઠ-દસ તુલસીના પાંદડાંને ધોઇને દળી લો.

હવે તેમાં ચતુર્થાંશ ચમચી કેસર મિક્સ કરીને દસ મિનિટ માટે રહેવા દો. જેનાથી કેસર તુલસીમાં મિક્સ થઇ શકે.

ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ડોક પર લગાવીને વીસ મિનિટ માટે રહેવા દો.

ત્યારબાદ સાફ પાણીથી ધોઇ નાંખો.

સ્કિનને સૉફ્ટ એન્ડ ક્લીન બનાવવા માટે

શુષ્ક બેજાન સ્કિનને સૉફ્ટ એન્ડ ક્લીન બનાવવા માટે કેસરનો ટોનર તરીકે ઉપયોગ કરી શકો છો