પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હિંગળાજ માતાનું મંદિર

હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી ૧૨૦ કિ.મી. હિંગોલ નદીના તટ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે

આ મંદિર હિંદુ ધર્મની ૫૧ શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે

કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઇ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું

આ મંદિરમાં રોજ 'જય માતા દી'ના જયકારા લાગે છે

હિંગળાજ માતાના મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં હિન્દૂઓની સાથે મુસ્લિમ પણ પૂજા-અર્ચના કરવા આવે છે

આ મંદિરને મુસ્લિમ 'નાની કા મંદિર'ના નામે ઓળખે છે

મંદિર સુધી પહોંચા માટે 1000 ફૂટ ઊંચા પહાડો પરથી પસાર થવું પડે છે.

તે ઉપરાંત બલુચિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનનો પણ મોટો ખતરો છે. .

મંદિર એક ગુફામાં આવેલું છે નવરાત્રિ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટે છે.