દ્વારકા મંદિર નો ઇતિહાસ

દ્વારકા એ એક પ્રાચીન શહેર છે. જે ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે.

બીચ સાઇડ અને દરિયા કિનારો એ પણ પર્યટનનું એક વધારાનું આકર્ષણ છે

દ્વારકા મંદિર હિંદુઓ માટેના મહત્વના ચાર ધામ માનું એક છે અને ભારતના સાત સૌથી પ્રાચીન ધાર્મિક શહેરો માનું એક છે.

દંતકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાયી થયા હતા

કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી, સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું હતું. દ્વારકા ‘ભગવાન કૃષ્ણનું ઘર’ તરીકે પ્રખ્યાત છે.

હાલ નું દ્વારકાધીશ મંદિર

2000 વર્ષ જૂનું દ્વારકાધીશ મંદિર મંદિરોમાં સૌથી નોંધપાત્ર છે અને તે દ્વારકાપીઠનું સ્થાન પણ છે

વિશ્વનાં તમામ કૃષ્ણ મંદિરોમાં સૌથી મોટામાં મોટો ધ્વજ દ્વારકાધીશના મંદિર પર લાગે છે.

ધ્વજા પર સૂર્ય તેમજ ચંદ્રના પ્રતીક ચિન્હો જોવા મળે છે. જેને ભગવાન શ્રીકૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે

દ્વારકા ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે.

દ્વારકામાં અંતર દ્વિપ, દ્વારકા ટાપુ અને દ્વારકાની મુખ્ય ભૂમિ જેવા ટાપુઓનો સમાવેશ થાય છે