ગુજરાતમાં કડકડતી ઠંડી, રાજ્યમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

ઉત્તર ભારતમાં પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા

ગુજરાતમાં ઠંડીમાં નહીવત વધઘટ જોવા મળી હતી. નલિયામાં ઠંડીનો પારો ગગડ્યો હતો

આમ ગુજરાતમાં બુધવારે 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી લઈને 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી.

ઉત્તર ભારતમાં કોલ્ડવેવે કહેરે વરસાવ્યો છે.

હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં સતત તીવ્ર ઠંડી વચ્ચે ઘણી જગ્યાએ હળવો વરસાદ થયો હતો.

દિલ્હીનું મહત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ હતું,

જે સરેરાશ કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. કડકડતી શિયાળાથી પીડાતા ઉત્તર પશ્ચિમ ભારતમાં હજુ પણ શીત લહેર પ્રવર્તી રહી છે.

ત્રીજા દિવસે સૂર્યપ્રકાશ હોવા છતાં,

મંગળવારની સરખામણીએ દિલ્હીના ઘણા વિસ્તારોમાં પારો નીચો રહ્યો હતો.

દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી 13 ડિગ્રી વચ્ચે રહ્યું હતું.

દિલ્હીના કેટલાક ભાગોમાં ‘કોલ્ડ ડે’ની ચેતવણી જારી કરવામાં આવી હતી.

પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં

લઘુત્તમ તાપમાન 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ અને મધ્યપ્રદેશ અને બિહારમાં 10 થી 13 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે.

પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, બિહાર, હરિયાણા, ઓડિશા અને

ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને ઊંચાઈએ હિમવર્ષાના અહેવાલ છે.