નોર્થ ઈસ્ટની આ ડિશ કેવી રીતે બની આટલી પોપ્યુલર

મોમોઝ એક એવી ડિશ છે જેને એક વખત ખાવાથી દિલ વાંરવારં તેને જ ઈચ્છે છે તમે તેને રસ્તા પર પણ વેચાતું જોઇ શકો છો અને મોટા-મોટા રેસ્ટ્રોરન્ટ્સમાં પણ.

તેલ-મસાલા વગર આ ડિશ સ્ટીમમાં બનાવવામાં આવે છે

તમે ક્યારેય વિચાર્યું છે કે આખા ભારતમાં વેચાનાર મોમોઝ અહી સુધી આવ્યું કેવી રીતે?

લોકો માને છે કે મોમોઝ, નોર્થ ઈસ્ટનું ખાવાનું છે, જ્યાથી તે આવ્યું છે.

મોમોઝ તિબેટ અને નેપાળની પારંપારિક ડિશ છે જ્યાંથી તે આવી. પરંતુ નોર્થ ઈસ્ટમાં શિલોંગ એક એવી જગ્યા છે જ્યાં અન્ય રાજ્યોની તુલનામાં સૌથી સ્વાદિષ્ટ મોમો વેચાય છે.

મોમો એક ચાઈનિઝ શબ્દ છે જેનો મતલબ છે વરાળથી બનેલી રોટલી

મોમોઝ ભારતના સિક્કિમમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. જ્યારે 1960 ની આસપાસ મોટી સંખ્યામાં તિબેટીયન ભારતમાં સ્થળાંતર થયા, ત્યારથી દેશમાં મોમોઝ શરૂ થયા.

વેજ મોમોઝ ભારતમાં વધુ ફેમસ છે.

દરેક ગલી, દરેક માર્કેટમાં અલગ-અલગ ફ્લેવરમાં મોમોઝ જોવા મળે છે

મોમોઝને જે વસ્તુ સૌથી વધારે ટેસ્ટી બનાવે છે તે છે,

તેને બનાવવાની રીત અને તેમાં નાંખવાની સામગ્રી.

જો લોટ તાજો અને સારી ક્વોલેટીન હોય તો તમારા મોમોઝ સારા જ બનશે

કેટલાક લોકો લોટ બાંધવા માટે થોડા ગરમ પાણીનો ઉપયોગ કરે છે.

તેમાં ભરનાર સામગ્રીને ઝીણી સમારીને

આદુ અને લસણની સાથે મિક્સ કરવી જોઈએ.