કેટલા પ્રકારના પાન ખાય છે લોકો?અનેક લોકો પાન ખાવાના શોખીન હોય છે.

પાન ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. પણ શું તમે જાણો છો પાનમાં પણ અનેક પ્રકારની વેરાયટી આવે છે

પાનનું નામ સાંભળતા અનેક લોકોના મોંમા પાણી આવી જાય છે. પાન મોંનો સ્વાદ બદલવાનું કામ કરે છે

અનેક લોકોને દરરોજ જમ્યા પછી પાન ખાવાની આદત હોય છે. માંગલિક પ્રસંગો તેમજ અનેક પ્રકારના ફંક્શનમાં હવે જમ્યા પછી લોકો પાન રાખતા હોય છે.

કોઇનું કહેવુ છે કે પાન ખાવાથી ગળુ સાફ થાય,

જ્યારે કોઇ કહે છે કે પાન ખાવાથી ગળામાં થતો દુખાવો ઓછો થાય છે. આ સાથે દાવો કરવામાં આવે છે કે પાન મોંના સ્વાસ્થ્ય એટલે ઓરલ હેલ્થ માટે સારું માનવામાં આવે છે.

તમે જર્દા વાળાના પાનનું નામ સાંભળ્યુ હશે અને લગ્નમાં ખાસ કરીને મીઠું પાન હોય છે.

પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ પાનની માત્ર ભારતમાં જ 30થી વધુ વેરાયટી મળે છે.

સાદા મસા પાનથી ઇને કત્થેના પાન ઉત્તર અને મધ્ય ભારતમાં જ નહીં,

પરંતુ બંગાળ પણ ખૂબ પ્રચલિત છે. જો કે આજે ફાયર પાનની ડિમાન્ડ છે જેમાંથી આગ નિકતી હોય છે.

પાનમાં અનેક પ્રકારની વેરાયટી હોય છે..તો જાણો તમે ફેમસ કેટલાક નામ

જૈસમિન પાન, રજનીગંધા પાન, બેલા રાજસ્થાન પાન, વર્તમાન ગુંડી પાન, બેલા બહાર પાન, ગોલ્ડન નાઇટ પાન, મેન્ગો ચોકલેટ પાન, સ્ટ્રોબેરી પાન, આઇસ પાઇસ પાન વગેરે...

શું ખરેખર પાન ખાવાથી ગળુ સાફ થાય?:

પાન ખાનારા લોકો હંમેશા વખાણ કરતા હોય છે. કે પાન ખાવાથી ગળુ સાફ થાય છે. પરંતુ એક વાત જણાવી દઇએ કે પાનનું પત્તુ ખાવામાં આવે તો હેલ્થને ફાયદો થાય છે.

સવારમાં ઉઠીને ખાલી પેટે પાન ચાવવાથી ઓરલ હેલ્થ સારી થાય છે

આનાથી દાંત મજબૂત થાય છે અને શ્વસન નળી સાફ થાય છે. પરંતુ જ્યારે તમે પાનમાં તંમાકુ, ચુનો તેમજ કાથો નાખીને ખાઓ છો તો નુકસાન થાય છે.