આઇસક્રીમ એક પ્રકારની મલાઈ કુલ્ફી છે,

જે દૂધ, ક્રીમ, ખાંડ અને સુગંધી દ્રવ્યના મિશ્રણને ઠંડુ કરી જમાવી દેવાથી બનતો હોય છે.

ખાવામાં આ અતિ સ્વાદિષ્ટ હોય છે

અને સ્વચ્છતા રાખી બનાવવામાં આવે તો આ સ્વાસ્થ્યપ્રદ આહાર પણ છે.

ઘરે જાતે આઇસક્રીમ બનાવવા માટે તેની જમાવટ કરી શકે તે

પ્રકારનાં મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને ફ્રીઝર કહેવામાં આવે છે.

મોટા પાયે આઇસક્રીમ બનાવવા માટે યાંત્રિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ મશીનરીમાં સાત આઠ ઇંચ વ્યાસની એક નળી હોય છે, જેની ભીતર ખોતરવા માટેનાં પાંખિયાં લગાવેલાં હોય છે.

જમાવટ કરતી મશીનરીમાંથી બહાર નીકળ્યા બાદ આઇસક્રીમને ઠંડી કોટડીમાં,

જે બરફ કરતાં પણ અધિક ઠંડી હોય છે, તેમાં કેટલાક કલાક રાખવામાં આવે છે.

જેથી આઇસક્રીમ સખત થઈ જાય છે.

પછી ગ્રાહકને વેચાણ માટે હોટલ કે દુકાન કે ફેરીવાળાઓ પાસે વિશેષ મોટરવાહનમાં મોકલવામાં આવે છે.

જ્યાં સુધી તેનું વિતરણ ન થાય,

આ વાહનમાં આઇસક્રીમ પ્રશીતક(રેફ્રિજરેટરો)માં રાખવામાં આવે છે.