બટાકા અતિપ્રિય હોય તો ખાસ વાંચી લેજો,

જરૂર કરતા વધારે ખાવાથી થાય છે આ 5 મોટા નુકસાન

બટાટાને શાકભાજીનો રાજા માનવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

જો તમે પણ ટેસ્ટના ચક્કરમાં વધારે પ્રમાણમાં બટાટા ખાઓ છો

તો સાવધાન થઈ જાવ કારણ કે તેનાથી વજન વધી શકે છે અને ડાયાબિટીસ થઈ શકે છે.

વધારે બટાકાથી થઈ શકે છે એલર્જી

જો તમે પણ મોટી માત્રામાં બટાકાનું સેવન કરો છો તો સાવધાન થઈ જાઓ. કારણ કે તમને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.

આર્થરાઈટીસના દર્દીઓએ બટાકાનું સેવન ઓછું કરવું જોઈએ

બટાકામાં રહેલા કાર્બોહાઈડ્રેટ આર્થરાઈટીસના દર્દને વધારવાનું કામ કરી શકે છે

બટાકાથી વધી શકે બ્લડ પ્રેશર

બહુ ઓછા લોકો જાણતા હશે કે બટાકાનું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર પણ વધારી શકે છે.

બટાકાનું વધુ પડતુ સેવન વધારી શકે છે વજન

બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે વધુ માત્રામાં કેલરી વધે છે જે સ્થૂળતાનું કારણ બની શકે છે.