વીજળીનો કરંટ લાગે તો તાત્કાલિક કરો આ ઉપાય, બચી જશે વ્યક્તિનો જીવ

જેને કરંટ લાગ્યો છે તેને ખુલ્લા હાથથી પકડવાની ભૂલ ન કરો.

તરત જ પાવર સપ્લાય બંધ કરીને

વિક્ટિમને હટાવવા માતે લાકડું/પ્લાસ્ટિકની કોઇ વસ્તુઓનો ઉપયોગ કરો.

વિક્ટિમના શ્વાસ ચેક કરો.

કોઇપણ ગરબડ થાય તો એમ્યુલન્સ બોલાવી લેવી.

ધ્યાન રાખો કે તે વ્યક્તિ સીધો સૂતો હોય અને તેના પગને થોડા ઉપર ઉઠાવેલા હોય

દર્દીને ભાન આવે છે તો તેને ખાવા પીવા માટે કઇ પણ ન આપો. તેને પડખે સૂવાડો અને દાઝેલાના ઘા પર મલમ લગાવો.

કરંટ લાગવાથી અનેક વાર શરીરનો તે ભાગ સુન્ન થઇ જાય છે.

વ્યક્તિ ભાનમાં આવે ત્યારે મેડિકલ હેલ્પ લો.

ચોમાસામાં ધ્યાન રાખો આ વાતો

વીજળીનું કોઇ પણ કામ કરતી વખતે રબરના ચંપલ પહેરો.

કોઇપણ ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થાય તો પ્રોફેશનલ્સની મદદ લો.

ઓછી જાણકારીમાં તમારી મુસીબત વધી શકે છે.

બાથરૂમમાં કોઇ પણ ઇલેસ્ટ્રોનિક અપ્લાયન્સનો ઉપયોગ ન કરો.

દિવાલોમાં ભેજ છે તો ત્યાં ના સ્વિચ બોર્ડમાં કરંટ આવી શકે છે, માટે અલર્ટ રહો.