જો તમે કુદરતી સૌંદર્યનો નજારો માણવાના શોખીન હોય તો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનો પ્રવાસ તમારાં માટે યાદગાર સંભારણું બની શકે છે.

તેમાં પણ ધરમપુરથી 29 કિલોમીટરનાં અંતરે સક્રિય બનતો

વાઘવડ ગામનો શંકરધોધ પ્રવાસીઓનો મન મોહી લે છે.

આ ધોધને માણવા માટે દૂરદૂરથી સેહલાણીઓ ઉમટી પડે છે.

તમે પણ આ ધોધની મુલાકાત લઇ પ્રવાસને યાદગાર બનાવી શકો છો.

જો તમે સુરતથી આવતા હો તો ચીખલી ખેરગામ

ધરમપુર થઈ 100 કિલોમીટર ધરમપુર અને ત્યાંથી 29 કિલોમીટર પર શંકર ધોધની મુલાકાત લઈ શકો છો.

જો વાપી દમણ નવસારીથી આવતા હોય તો

80 કિલોમીટરના અંતરે તમે આહલાદક દ્રશ્યોનો રોમાન્ચ માણી શકો છો

સાથે જ ચોમાસામાં ઉત્પન્ન થતા ખળખળ વહેતાં

ઝરણાઓ પણ તમારું મન મોહી શકે છે.

ધોધ પાસે ઉતરવા માટે રસ્તો ન હોવાના કારણે

ઘણા સહેલાણીઓ જીવન જોખમે અહીંયા ઉતરતા હોય છે,

ત્યારે સરકાર સહેલાણીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે

અને શંકર ધોધને એક પ્રિયટક સ્થળ તરીખે વિકસાવવામાં આવે એવી માંગ સહેલાણીઓ કરી રહ્યાં છે.