ગીર નહિ દેખા તો દેખા હિ ક્યા આપને:

જૂનાગઢના સાસણ માં આવેલ ગીર અભ્યારણ જોવા માટે લોકો દેશ વિદેશ થી આવતા હોય છે

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભારતની એક માત્ર સફારી છે જ્યાં એશિયાઇ સિંહો રહે છે.

દક્ષિણી આફ્રીકાના ઉપરાંત વિશ્વનું આ જ એક માત્ર સ્થાન છે જ્યાં સિંહોને પોતાના પ્રાકૃતિક આવાસમાં રહેતા જોઇ શકાય છે.

ગીરનું અભ્યારણ 1414 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

અહીંયા પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવા માટેનો શ્રેષ્ઠ સમય સવારે અને સાંજનો છે.

ગીર જવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બર મહિનાથી જુન મહિનાની વચ્ચેનો છે

આ સ્થળ અમદાવાદથી 348 કિલોમીટર દૂર આવેલ છે. તેથી બસ મારફતે ત્યાં જઈ શકાય છે.

આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારનાં અસંખ્ય વૃક્ષોની પ્રજાતિ જોવા મળે છે.

અભયારણ્યમાં મુખ્યત્વે વાંદરા, હરણ, સેમર(રોઝ), જંગલી ભૂંડ, દીપડા, સિંહ જેવા પ્રાણીઓ વસવાટ કરે છે.