ગુજરાતના આ બીચો જોશો તો હવે સો ટકા કહેશો- 'હવે ગોવા-થાઈલેન્ડ જવાની જરૂર નથી'

ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલા તિથલ બીચની સુંદરતા જોવા જેવી છે. તેને અહીં પિકનિક સ્પોટ પણ કહેવામાં આવે છે.

ગુજરાત રાજ્યના પોરબંદરમાં આવેલ પોરબંદર બીચ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.

ફેમિલી વેકેશનમાં આ બીચનો આનંદ માણી શકો છો.

ગોપનાથ બીચ તે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો છે.

આ બીચના કિનારે ગોપનાથ મહાદેવજીનું મંદિર પણ છે.

ડુમસ બીચ ગુજરાતના સુરતમાં આવેલો છે.

આ બીચ તેના શાંત પાણી અને શાંત વાતાવરણ માટે ખૂબ જ પ્રખ્યાત છે

જૂનાગઢ જિલ્લામાં સ્થિત ચોરવાડ બીચ પર તમે આરામની પળો વિતાવી શકો છો.

જો તમે શહેરની ધમાલથી દૂર શાંતિનો આનંદ માણવા માંગો છો અને પાણીનો અવાજ સાંભળવા માગો છો તો આ જગ્યા તમારા માટે યોગ્ય છે.