નહિતર છેતરાઈ જશો અને ખબર પણ નહી પડે
ઘણા લોકો આવી સ્થિતિમાં ઘરમાં રાખેલા ઘરેણાં કે સોનાને ગિરવે રાખીને રૂપિયા મેળવે છે. જો વધારે રૂપિયાની જરૂર હોય તો ઘરેણા પણ વેચવામાં આવે છે.
તો આ વિશે તમારે એક નાણાકીય યોજના બનાવી લેવી જોઈએ.સાથે જ તમારે તમારી વ્યક્તિગત જરૂરિયાતોને સમજવી, ટૂંકાગાળા અને લાંબાગાળાના લાભોનો અંદાજ જરૂર કરવો જોઈએ.
સોનું વેચતા સમયે તમારે તે જરૂર સુનિશ્ચિત કરી લેવુ જોઈએ કે, તમને યોગ્ય મૂલ્ય મળી રહ્યું છે કે નહી.
આ પહેલા કે તમે તમારુ સોનું વેચવાનો નિર્ણય લો, તમારે સોનાના વર્તમાન બજાર મૂલ્યની તપાસ કરવી જોઈએ.
સોનાથી બનેલી દરેક વસ્તુ જુદા-જુદા કેરેટની બનેલી હોય છે. સોનાની શુદ્ધતાના હિસાબથી તેની કિંમત નક્કી કરવામાં આવે છે.
સાથે જ તમારે તમારા સોનાનું યોગ્ય મૂલ્ય મેળવવા માટે એક વિશ્વાસપાત્ર સોનું ખરીદદાર શોધવો આવશ્યક છે.
સાથે જ તમને રકમ કેવી રીતે પ્રાપ્ત થશે અને તેમાં કોઈ કાયદેસરની પ્રક્રિયા સામેલ છે કે નહીં.