તમારી સ્કીન પણ ઓઇલી હોય તો રાખો આટલુ ધ્યાન, ત્વચા બનશે ઓઇલ રહિત

ઓઇલી સ્કીન વાળાઓને સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેમના ચહેરા પર મેકઅપ કે કોઇ પણ ક્રિમ વધુ સમય સુધી ટકતો નથી.

ઓઇલી સ્કીન કેમ થાય છે

તૈલીય ત્વચાનુ કારણ ત્વચામાં વધારાનુ તેલ જમા થાય છે તે પણ છે. જ્યારે હોર્મોનની ગરબડના કારણે એન્ડ્રોજનનુ સ્તર વધે છે ત્યારે તૈલ ગ્રંથિઓ સક્રિય થઇને વધુ તેલ છોડવા લાગે છે

સ્કીનને થોડા થોડા સમયે સ્ક્રબિંગ કરવી ખુબ જરુરી છે.

જેથી ત્વચા અંદરથી સાફ થઇ શકે. સ્ક્રબિંગ કરવાથી ત્વચા પર રહેલુ એકસ્ટ્રા ઓઇલ નીકળી જાય છે

મોઇશ્ચરાઇઝર જરુર લગાવો

કેટલીક છોકરીઓ વિચારે છે કે ગરમીમાં મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરવાથી તેમની ત્વચા વધુ ઓઇલી દેખાશે

પરંતુ એવુ હોતુ નથી. મોઇશ્વરાઇઝરથી તમારી ત્વચામાં ભેજ જળવાયેલો રહે છે

અને તે ઓઇલના ઉત્સર્જનને પણ નિયંત્રિત રાખે છે. સ્કીન ગમે તેટલી ઓઇલી હોય, પરંતુ દિવસમાં બે વાર મોઇશ્વરાઇઝર જરુર લગાવવુ જોઇએ

ફેશવોશનો ઉપયોગ કરો

જો તમારી સ્કીન ઓઇલી હોય તો એવા ફેસવોશનો ઉપયોગ કરો, જેમાં સેલિસિલિક એસિડ હોય.

તે સ્કીનની ડિપલી સફાઇ કરવાની સાથે સાથે એકસ્ટ્રા ઓઇલને પણ બહાર કાઢે છે.

દિવસમાં ઓછામા ઓછી બે વાર ફેસવોશથી ચહેરાની સફાઇ કરવાથી ચહેરા પર જામેલા ધુળ માટી સાફ થઇ જશે

ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવવાનુ ક્યારેય ન ભુલશો

તેના કારણે ત્વચા સુરજના તેજ કિરણોથી બચી જશે અને સ્કીન પર ઉંમર પહેલા કરચલીઓ નહીં પડે. ગરમીના દિવસોમાં રોઝવોટર બેસ્ટ ટોનરનુ કામ કરે છે