તમાકુ સેવનની ખરાબ અસરો

વિશ્વમાં મુખ કેન્સરના સૌથી વધારે કિસ્સાઓ ભારતમાં છે અને તેનુ કારણ છે તમાકુ.

તમાકુ છોડવાના શારીરિક ફાયદા

તમને કેન્સર અને હ્રદય રોગ થવાના જોખમો ઘટશે. તમારા હ્રદય પરનો તણાવ ઘટશે. તમારા દાંત વધારે સફેદ અને ચોખ્ખાં થશે.

તમાકુ છોડવાના સામાજિક ફાયદા

તમે તમારા બાળકો માટે વર્તમાન અને ભવિષ્યમાં તંદુરસ્ત માતાપિતા બનશો અન્ય ચીજો પર ખર્ચ કરવા માટે તમારી પાસે વધારે નાણા હશે.

તમાકુ છોડવામાં ક્યારેય મોડું થતું નથી

કેન્સર કે બીજા કોઈ ગંભીર રોગો થાય તે પહેલાં આધેડ ઉંમરે પણ ધુમ્રપાન\તમાકુ છોડવાથી તમાકુને કારણે પાછળથી થતા મૃત્યુના મોટાભાગના જોખમને ટાળી શકાય છે.

નાની ઉંમરે તમાકુ છોડવાના ફાયદા તો આનાથી પણ વધારે છે.

તમાકુ છોડો એટલે માત્ર ત્રણ વર્ષમાં જ તમને હાર્ટ એટેકનું જોખમ એટલું સામાન્ય થઈ જાય છે, જેટલું જોખમ એક બિન-વ્યસનીને હોય છે.

ધુમ્રપાન તમાકુ છોડવા માટેના સૂચનો

સિગારેટ, પાન, મસાલા નજરે ના ચડે તે રીતે સંતાડો અને વિસારે પાડો. એક સાદો, પરંતુ મદદરૂપ ઉપાય.

તમને જ્યારે તમાકુ લેવાનું મન થાય ત્યારે તમારા બાળકો અંગે વિચારો

અને તમાકુને કારણે થતા ભયાનક રોગોમાંનો એક રોગ તમને થાય તો તેમના ભવિષ્ય પર શું અસર પડશે તે અંગે વિચારો.