અધિક શ્રાવણ માસનું મહત્વ

સામાન્ય રીતે અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે

તે દરમિયાન ભગવાન વિષ્ણની પૂજા-આરાધના કરવાનું વિઘિ-વિધાન છે

વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે, જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે.

અધિક માસ ધર્મ અને કર્મ માટે ખૂબ જ મહત્વનો મહિનો છે

અધિક મહિનામાં જપ અને તપ ઉપરાંત વ્રત રાખવાનું પણ મહત્વ છે.

આ મહિનાની કથા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નૃસિંહ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે.

તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, નૃસિંહ અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ.

આ મહિનામાં દાન-દક્ષિણા કરવાથી પુણ્ય ફળ મળે છે.

પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, વિધિ અને દાન કરવાથી વિશેષ ફળ મળે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે.