હિન્દુ ધર્મમાં કંકુ નું મહત્વ

પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં કંકુ કે સિંદૂર ને પવિત્ર ગણવામાં આવે છે.

કંકુ કે સિંદૂર એવો પદાર્થ છે કે જેને હિન્દુ પરિણીત સ્ત્રીથી જુદો નથી કરી શકાતો

પ્રાચીનકાળથી જ પરિણીત સ્ત્રી પોતાનાં માથે બિંદી કે કંકુ લગાવી રહી છે

વિદ્વાનોનાં જણાવ્યા મુજબ લાલ રંગ શક્તિ અને ઊર્જાનું પ્રતીક છે

અને તે દેવી પાર્વતી કે સતીની શક્તિનું પ્રતીક છે કે જેઓ શક્તિનાં પ્રતીક છે.

હિન્દુ જ્યોતિષીય વિશ્વાસ મુજબ કંકુ સૌભાગ્ય તથા સારા ભાગ્યનું પ્રતીક છે

વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે માથું મેષ રાશિનું સ્થાન છે અને મંગળ મેષ રાશિનો રાશિ સ્વામી છે.

જો પરિણીત મહિલાઓ માથે કંકુ લગાવે છે,

તો તેમનુ ભાગ્ય સારુ રહે છે.