ગુજરાતમાં પણ અહીં વર્ષોથી બાળસ્વપરુપે વિરાજમાન છે શ્રીરામ, શ્યામવર્ણ મૂર્તિ પર મોહી જશો

અયોધ્યામાં મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રીરામની મૂર્તિ અને ધરમપુરના ઐતિહાસિક કાળા રામજી મંદિરની મૂર્તિમાં કેટલીક સામ્યતાઓ છે.

જિલ્લાના છેવાડે ધરમપુર આવેલું છે.

ધરમપુર એ રજવાડી નગરી તરીકે જાણીતું છે. જોકે ધરમપુર અન્ય એક વિશેષતા માટે પણ જાણીતું છે.

આ વિશેષતા છે તે છે ધરમપુરમાં આવેલું રામ મંદિર.

આ મંદિરમાં પણ અયોધ્યામાં સ્થાપવામાં આવી તે પ્રકારની જ ભગવાન શ્રી રામની પ્રતિમા છે. આ વિસ્તારમાં કાળા રામજીનું મંદિર તમામ હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ધરમપુરમાં કાળા રામજી મંદિરમાં બિરાજતા

ભગવાન શ્રી રામની મૂર્તિ પણ શ્યામ વર્ણની છે. જેના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.

આખું રામમય બની રહ્યો છે.

મહત્વનું છે કે ધરમપુરના પૌરાણિક કાળા રામજી મંદિરમાં પણ ભગવાન શ્રીરામ બાળ સ્વરૂપમાં શ્યામ વર્ણનમાં બીરાજે છે .

આથી ધરમપુરના આ કાળા રામજી ભગવાન શ્રીરામ આ વિસ્તારના લોકોના આસ્થા નું કેન્દ્ર છે.

આ સાથેજ રજવાડી નગરી ધરમપુરમાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સવનો માહોલ છે.

અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રીરામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થયું એ

વખતે ધરમપુરના આ કાળા રામજી મંદિરમાં પણ વિશેષ પૂજા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું.

અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ

દેશભરમાં ઉત્સાહનો માહોલ હતો.ત્યારે વલસાડ જિલ્લાની રજવાડી નગરી ધરમપુર માં વિશેષ ઉત્સાહ હતો.