છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 245 તાલુકામાં ઉતરી મેઘમહેર,

સૌથી વધુ પાટણના (Patan) સાંતલપુરમાં સવા 6.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે

તો કોટડાસાંગાણી અને માણસામાં 6-6 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ (Rain) નોંધાયો છે.

અબડાસા, સુઇગામ, ખંભાળીયા, ઉપલેટામાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

તો દહેગામ, વંથલી, તલોદમાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે.

અત્યાર સુધી વરસેલા સીઝનના વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ 112. 7 ટકા વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં 45.24 ટકા વરસાદ નોંધાયો છે

પૂર્વ મધ્ય ગુજરાતમાં 30.16 ટકા, સૌરાષ્ટ્રમાં 63.14 ટકા

તો દક્ષિણ ગુજરાતમાં 32.36 ટકા વરસાદ ખાબક્યો છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 43.77 ટકા વરસાદ વરસ્યો છે.