પ ર્વતીય પ્રદેશોમાં વહેતી નદી ઊંચા ખડક પરથી જમીન પર પછડાય તેને ધોધ કહે છે.
ધોધમાં ઉપરથી પછડાતાં પાણીમાં પ્રચંડ શક્તિ હોય છે તેના દ્વારા વીજળી પેદા કરી શકાય છે.
તેમાં ગોવા અને કર્ણાટકની સરહદ પર મંડોવી નદી પર આવેલો દૂધસાગર ધોધ સૌથી મોટો છે.
અને ૧૦૦ ફૂટ પહોળો છે.
મોલેમ નેશનલ પાર્ક અને ભગવાન મહાવીર સેન્ક્ચૂરી પણ છે.
ધોધ ઉપરના પૂલ ઉપરથી રેલવે લાઈન પસાર થાય છે.
આ ધોધ જોવા માટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.
આ ધોધ પણજીથી સડક માર્ગે ૬૦ કિલોમીટર જેટલા અંતરે તેમજ મડગાંવ-બેલગામ રેલ્વે માર્ગ પર મડગાંવથી પૂર્વમાં ૪૬ કિલોમીટર તથા બેલગામથી દક્ષિણમાં ૮૦ કિલોમીટર જેટલા અંતરે આવેલો છે