ઝટપટ બનતો ગાજર નો હલવો

ગાજર નો હલવો બનાવવા માટે, પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો,

તેમાં ગાજર ઉમેરો અને સતત હલાવતા રહીને મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી સાંતળી લો.

દૂધ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને ૧ સીટી વગાડવા સુધી પ્રેશર કુક કરો.

ઢાંકણ ખોલતા પહેલા વરાળને બહાર નીકળવા દો.

એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં નાખો, તેમાં સાકર ઉમેરો

સારી રીતે મિક્સ કરો

અને સતત હલાવતા રહીને ૫ થી ૭ મિનિટ સુધી ધીમા તાપે રાંધો.

માવો ઉમેરો, સારી રીતે મિક્સ કરો

અને સતત હલાવતા રહીને વધુ ૧ થી ૨ મિનિટ રાંધી લો.

તેમાં કિસમિસ, બદામ અને એલચી પાવડર ઉમેરીને હજી ૧ મિનિટ રાંધી લો.

ગાજર ના હલવાને ગરમ-ગરમ પીરસો.