વાળ કર્લી છે? તો ફોલો કરો આ ટિપ્સ, હંમેશા કાળા અને શાઇની દેખાશે

કર્લી હેરને કેર પ્રોપર રીતે કરવી ખૂબ જરૂરી છે. આ વાળમાં ગૂંચથી લઇને બીજી અનેક પ્રકારની સમસ્યાઓ વધારે થતી હોય છે.

કર્લી વાળ માટે યોગ્ય શેમ્પૂની પસંદગી કરવી ખૂબ જરૂરી છે.

તમે જે પણ શેમ્પૂ બજારમાંથી લાવો ત્યારે ખાસ કરીને ટ્રાઇ મોઇસ્ચર, શિયા બટર અને ગ્લિસરીન છે કે નહીં એ ખાસ વાંચી લો અને પછી નવા શેમ્પૂની ખરીદી કરો.

વાળમાં કન્ડિશનર કરવાની આદત પાડો.

કન્ડિશનર કરવાથી વાળમાં ચમક આવે છે. કન્ડિશનર તમારા વાળને સોફ્ટ કરવાનું કામ કરે છે.

હેર માસ્ક લગાવો

કર્લી વાળમાં ચમક લાવવા માટે અને કાળા કરવા માટે હંમેશા હેર માસ્કનો ઉપયોગ કરો.

વુડન કોમ્બનો ઉપયોગ કરો

એનાથી જલદી તમારા વાળની ગૂંચ નીકળી જાય છે. આ સાથે જ તમારા વાળ તમને ખેંચાતા પણ નથી

તમારા વાળ કર્લી છે તો તમે ઓઇલ રોજ કરો.

હેર વોશ કરો એ પહેલાં થોડુ તેલ હુફાળું કરો અને પછી વાળમાં મસાજ કરો. ત્યારબાદ તમે હેર વોશ કરશો તો તમારા વાળ ફ્રિઝી રહેશે નહીં.